આ પૃથ્વી પર જન્મેલી દરેક મહિલાઓ ને સલામ. મહિલાઓ ભણેલી હોય ને નહિ, તેવો શ્રીમંત હોય કે નહિ, પરંતુ દરેક મહિલાઓ ગણેલી અને દરેક અનુભવોને માણેલી હોય છે. મહિલાઓ પોતે ભલે ગમે તેવી પરિસ્થિતિમાં રહી હોય પરંતુ તે ક્યારેય એ પરિસ્થિતીઓ ની વિપરીત અસર પોતાના બાળકો ઉપર ક્યારેય ના થવા દે. તે પોતાના બાળકો ને તેમના જીવન માટે પોતે ખૂબ મહેનત કરી ને સારા માં સારું વાતાવરણ પૂરું પાડશે જ. એ તેના બાળકો માટે બધું જ કરશે. તે તેના બાળકોની બધી જ જરૂરિયાતો ગમે એવી પરિસ્થિતીઓ માં પણ અચૂક પૂરી કરશે જ. તે પોતે પસાર કરી રહેલી પરિસ્થિતિઓની અસર પોતાના બાળક ઉપર ક્યારેય નહી વિતાવા દયે એની પૂરી કાળજી રાખશે. તે તેના બાળકને ક્યારેય હતાશ નહિ થવા દયે. આ ધરતી પર જન્મેલી દરેક માતાઓ ને વંદન🙏🏻