અન્ય વ્યક્તિઓ પાસેથી પ્રેરણા મેળવી. તેને અનુસરીને જીવનમાં ઉતારવાથી સુખની પ્રાપ્તિ નો અનુભવ અવશ્ય થશે. પરંતુ એવી રીતે કરવાથી એક ટેવ પડી જાય કે જ્યારે દુઃખનો અનુભવ થાય કે આપણે અણગમા વાતાવરણમાં હોય એવા સમયે આપણને બીજા પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવા માટે અન્ય વ્યક્તિઓ ને ગોતવા જાવું પડે, કે કોઈ આપણને મળે અને પ્રેરણા આપે તેથી આપણા મનનું દુઃખ થોડું હરવું થાય. હું એવું માનું કે દરેક વ્યક્તિ પોતે જ પોતાના માટે પ્રેરણાદાયક બની શકે છે. કારણકે દરેક વ્યક્તિઓ ની અંદર સકારાત્મક પ્રેરણા રહેલી જ હોય છે. એટલે જો દરેક વ્યક્તિઓ પોતાની અંદર રહેલી આ સકારાત્મક ભાવનાઓ સમજીને ઓળખી જાયને. તો કોઈ પણ વ્યક્તિઓને અજાણ્યા માણસો પાસે પ્રેરણા મેળવવા જાવું જ ન પડે, અને પોતાના માટેની જરૂરી પ્રેરણા પોતે જ પૂરી પાડી શકે. જો વ્યક્તિઓ પોતાના માંથી પ્રેરણા મેળવી શકેં ને તો, વ્યક્તિઓ સુખ અને શાંતિનો અનુભવ કરીને પોતાના મનગમતા પરિણામ ને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.